નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સર મલાઇકા અરોરા (Malaika Arora) હાલમાં પોતાની રિલેશનશીપને કારણે ચર્ચામાં છે. લાંબા સમયથી મલાઇકા સિલ્વર સ્ક્રિનથી ગાયબ છે પણ આમ છતાં સોશિયલ મીડિયામાં તેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. તે પોતાના ફિટનેસ વીડિયો સોશિયલ મીડિયામાં શેયર કરે છે જે બહુ ઝડપથી વાયરલ થઈ જાય છે. હાલમાં તેણે પોતાનો ફિટનેસ વીડિયો શેયર કર્યો છે જેમાં તેણે ફૂડ ફંડા શેયર કર્યો છે. આ વીડિયોને અઢી લાખ કરતા વધારે વખત જોવામાં આવ્યો છે.
ઓળખી શક્તા હોવ તો ઓળખી બતાવો, આ બાળકીમાં છુપાયો છે એક સુંદર એક્ટ્રેસનો ચહેરો
અભિનેતા અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઇકા અરોરાએ પોતાના સંબંધોનો જાહેરમાં સ્વીકાર કરી લીધો છે અને હવે બંને લગ્ન મામલે ચર્ચા કરી રહ્યા છે. આ બંનેના સંબંધો વિશે જાતજાતની ગોસિપ થતી રહે છે. હાલમાં જ અર્જુનની ફિલ્મ પાનીપત રિલીઝ થઈ છે. આ ફિલ્મના પ્રમોશન વખતે અર્જુને સ્પષ્ટતા કરી હતી કે હાલમાં તેમનો લગ્નનો કોઈ ઈરાદો નથી.
દીપિકાની 'Chhapaak'ને મોટો ઝટકો, 15 જાન્યુઆરી પછી થિયેટરમાં નહીં જોઈ શકો ફિલ્મ જો...
હાલમાં સમાચાર આવ્યા હતા કે અર્જુન અને મલાઇકાના નક્કી કરવામાં આવેલા લગ્ન ઠેલાયા હતા કારણ કે અર્જુનના પિતા બોની કપૂર અને તેની બહેનો નથી ઇચ્છતી કે આ લગ્ન થાય. તેઓ તેમની તરફથી અર્જુનને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરિવારના નજીકના લોકો જણાવી રહ્યા છે કે, અર્જુનના પરિવારજનો આ લગ્ન રોકવા માટે ખૂબ જ દબાણ કરી રહ્યા છે જેના કારણે આ લગ્ન પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. મળતી માહિતી પ્રમાણે અર્જુન કપૂરના પિતા બોની કપૂર તથા બહેનો આ લગ્નની વિરૂદ્ધમાં છે. તેઓ અર્જુનને આ લગ્ન ન કરવા માટે સમજાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર 33 વર્ષનો છે જ્યારે 45 વર્ષીય મલાઈકા ડિવોર્સી તથા 15 વર્ષના દીકરાની માતા છે. અર્જુન તથા મલાઈકાની ઉંમરમાં 12 વર્ષનો તફાવત હોવાથી કપૂર પરિવાર આ લગ્નની વિરૂદ્ધમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે